અભિલાષા
Abhilasha


સ્નેહી સમાજબાંધવો...

        મહાસભાના મુળભુત ઉદેશ્યોમાંનો એક ઉદ્દેશ્ય એટલે સમાજના આર્થિક રીતે નબળા પરિવારોના છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે મદદ કરવી. 

        મહાસભાની સ્થાપના બાદ અનુકુળતા અને જરૂરીયાત મુજબ આ ઉદ્દેશ્યની પરિપૂર્તિ કરવામાં આવેલ છે. હાલે શિક્ષણનું મહત્ત્વ અને વ્યાપ ખુબજ વધ્યો છે ત્યારે સમયની માંગ મુજબ છેલ્લા ૪ સત્રથી મહાસભાની "અભિલાષા સમિતિ" શિક્ષણ સહાય આપવાનું કાર્ય સંભાળી રહી છે.

        આ સમિતિ દ્વારા મહાસભા પ્રમુખશ્રીના નિર્દેશ મુજબ વિશેષરૂપે મેડીકલ, એજીનીયરીંગ, પોસ્ટ ગ્રેજ્યુએશન, પેરામેડિકલ, ડિપ્લોમા તથા તેને સમકક્ષ ડિગ્રી અને માસ્ટર્સના છાત્રોને વર્ષમાં એકવાર શિક્ષણ સહાય આપવામાં આવે છે. 

        અભિલાષા સમિતિનું નિયત અરજી પત્રક કે જે હવે આ એપ્લિકેશનથી પણ ઉપલબ્ધ થશે, તે વાર્ષિક પરીક્ષાના પરિણામ આવ્યા બાદ ભરવાનું રહેશે. અરજીપત્રક સાથે જરૂરી સાધનિક આધારો જોડીને પોતાના ઘટક પ્રમુખ / મંત્રીશ્રી પાસે ભલામણ મેળવવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ પ્રાપ્ત થયા બાદ બજેટની જોગવાઇ અને ફંડ અનુસાર આવેલ અરજીઓની ચકાસણી કરી છાત્રોને તેમની શિક્ષણ સહાયની રકમ આપેલા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે. શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં પગભર થનાર છાત્રો પાસેથી અનુદાના રૂપે સહાય રકમ પ્રાપ્ત થવાની અપેક્ષા રાખવામાં આવે છે. 

        શિક્ષણ સહાયની આ રકમનું વિતરણ અભિલાષા સમિતીના સ્થાયી ફંડનું વ્યાજ તેમજ દાન દાતાશ્રીઓ પાસેથી મળતા અનુદાનની રાશિમાંથી કરવામાં આવે છે. માટે સમાજના ઉદારદિલ દાતાશ્રીઓ હંમેશા આ સમિતીનું ભંડોળ વધારવા તથા સમાજના નબળા વર્ગના છાત્રોને મદદરૂપ બનવા આગળ આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. આપના દાનની સહર્ષ નોંધ સમાજના તમામ વોટ્સએપ ગ્રુપો તથા મહાસભાના મુખપત્ર સેતુ સમાજ સંદેશમાં પ્રસિદ્ધ થતી "અભિલાષા" કોલમમાં લેવામાં આવશે. 

        હાલે વર્તમાન સત્રમાં મહાસભાના આદ. પ્રમુખશ્રી યોગેશભાઇ મગનભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ સમિતી કાર્ય કરી રહેલ છે. 

 

વિનિત 

શ્રી વિનોદ લીલાધર ચૌહાણ (ભુજ)

પ્રભારી તથા ઉપપ્રમુખ, મહાસભા 

શ્રી જયેન્દ્ર મોરારજી સોલંકી (ગાંધીધામ) - સહપ્રભારી 

શ્રી રમેશચંદ્ર રણછોડ ચૌહાણ (અંજાર) - સભ્ય  

શ્રી પ્રવિણભાઈ રઘુભાઈ ચૌહાણ (રાયપુર) - સભ્ય  

શ્રી જીતેશભાઈઅમતલાલ ચૌહાણ (દૈદરાબાદ) - સભ્ય

Shri Vinod Liladharbhai Chauhan
Bhuj (Kutch)

Prabhari

9879150113

Shri Jayendra Morarjibhai Solanki
Gandhidham

Sah Prabhari

9909953077




Application Form Download

Click here to Download