લક્ષ્ય
Lakshya


લક્ષ્ય સમિતિએ  વિવિધ બિઝનેસ મીટ ના કાર્યક્રમ દ્વારા સમાજના વ્યવસાયિકો ને જોડવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રયાસ ને વધુ કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવાનો પ્રયાસ આ સત્ર માં કરવાનો હોય આપણી સમિતિ ના કાર્યપ્રણાલી ની સમીક્ષા જરૂરી હોય આપ સૌ મિત્રો ને વધુ કાર્યક્ષમ સૂઝાવો આપવા વિનંતી કરવા માં આવે છે. કોઈપણ સમાજ ના વિકાસ માટે તેના સમાજબંધુઓનો આર્થીક વિકાસ ખુબજ મહત્વનો છે.આપણો સમાજ પહેલેથી જ વ્યવસાય લક્ષી છે આથી લક્ષ્ય સમિતિનો  મુખ્ય ઉદ્દેશ સમાજના લોકોને વ્યવસાયલક્ષી  આત્મનિર્ભર બનાવી અન્ય લોકોને ઉદ્યમી બનાવવાનો છે. 

લોકોને નોકરી આપનાર બનાવવા નહિ કે નોકરી શોધનાર.... 

આપણા સમાજમાં દરેક ક્ષેત્ર ના તજજ્ઞો અને  વ્યવસાયિક નિષ્ણાતો છે પરંતુ તેમના વિશે ની માહિતીના અભાવે આપણે તેમનો લાભ લઈ શકતા નથી. આપણી સમિતિ નો મુખ્ય ઉદ્દેશ સમાજ ના તમામ પ્રકારના વ્યવસાયિકો નું સંકલન કરી ને એકબીજા સાથે સમન્વય કરીને સમાજનો આર્થિક વિકાસ કરવાનો છે.

બીજો મુખ્ય ઉદ્દેશ સમાજના વ્યવસાયિકોને આપણા સમાજ સાથે જોડી ને સમાજ ઉત્કર્ષ ના વિવિધ કાર્ય માં જોડવાનો છે. સમાજના યુવાનો અને વ્યવસાય ઉત્સુક લોકોને તેમને ઉપયોગી માહિતી આપી સમાજ ના કાર્યો માં જોડવાનો છે. આજે સમાજના કાર્યક્રમો માં યુવાનો અને વ્યવસાયિકો ઘણો ઓછો રસ લે છે ત્યારે તેમના ઉપયોગી અને રસ ના વિષયો દ્વારા સમાજના કાર્યક્રમો માં ભાગ લેતા કરવા.

આમ લક્ષ્ય સમિતિ નો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક સંકલન સંગઠન અને સમન્વય દ્વારા સમાજ વિકાસ અને સમાજ ઉત્કર્ષનો છે.

Shri Paresh Bhai Govind Bhai Chauhan
Rajkot

Prabhari

9426635142

Shri Kirit Bhai Ramniklal Chauhan
Dhanbad

Sah Prabhari

7765929995
Application File Download

Click here to Download