પ્રમુખ
Pramukh
શ્રી વિનોદભાઇ પુરૂષોત્તમભાઈ સોલંકી
માધાપર (કચ્છ)પ્રમુખશ્રી
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા
વિનોદ કેશવજી પઢીયાર
મહામંત્રી, શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાપ્રસ્તાવના
શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભાની દરેકે દરેક પ્રવૃત્તિઓ અને માહિતિઓને સંકલિત કરી તેને સોશ્યલ મિડિયામાં KGKOne નામની એપ ના માધ્યમથી સૌ સમાજબાંધવો સમક્ષ મુકતા ખુબજ ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું . મિત્રો, સમય સમય પર આપણે અલગ અલગ એપ અને અલગ અલગ વેબસાઇટના માધ્યમથી મહાસભાની દરેક પ્રવૃત્તિઓને સમાજબંધુઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે અને તેમાં સફળ પણ રહ્યા છીએ. પરંતુ સમયની મર્યાદા અને સંઘર્ષમય દિનચર્યાના સમયમાં સમાજબંધુઓને દરેક માહિતિ એકજ એપ પર મળી રહે તેવી જરૂરીયાત જણાતા રાષ્ટ્રિય મહાસભાના યુવાન અને પ્રવૃત્તિલક્ષા વિચારધારા ધરાવતા ડાયનેમિક પ્રમુખ આદ. શ્રી યોગેશભાઇ મગનભાઇ ચાવડા - નાગપુર દ્વારા પ્રમુખશ્રીનો કાર્યભાર સંભાળતાની સાથે જ મંત્રીશ્રી ગૌરવભાઇ ચાવડાને આદેશ આપ્યો કે, મહાસભાની દરેક પ્રવૃત્તિઓનું સંકલન કરી દરેક સમાજબંધુઓને દરેક માહિતિ માત્ર એકજ એપ પર મળી રહે તેવી એપ બનાવવામાં આવે અને મને ખુબજ હર્ષ છે કે શ્રી ગૌરવભાઇ ચાવડા તેમાં સંપૂર્ણ સફળ રહ્યા છે. ૧૨૬ ઘટકોના સમાજબંધુઓની માહિતિ મળી રહે તેવું ડીજીટલ વસ્તીપત્રકનું વિકટ કાર્ય તેમણે સફળતમ રીતે પાર પાડ્યું છે તે બદલ સૌ. સમાજબાંધવો વતી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું.
KGKOne નું નિર્માણ ખુબજ સરળ રીતે કરવામાં આવેલ છે. સાથે સાથે સમાજબંધુઓની માહિતિનો કોઇ દુરઉપયોગ ન કરી શકે તેના માટે તેની સુરક્ષાની પણ પૂરી તકેદારી રાખવામાં આવેલ છે. કોઇપણ સમાજબંધુ આ એપ. ખોલસે એટલે તેની સામે કુલ ____ Icon ડિસ્પ્લે થશે. જેમાં તે Icon પર કઇ માહિતિ મુકેલ છે તે દર્શાવવામાં આવેલ છે. આપને જે માહિતિ મેળવવી હોય તે Icon પર ક્લિક કરવાથી તે ખૂલી જશે અને આપને માહિતિ મળી રહેશે. દા.ત. શૈક્ષણિક અભ્યાસના અનુદાન માટેની એપ અભિલાષા પર ક્લિક કરવામાં આવશે તો સમિતિના ઉદ્દેશો, પ્રભારી - સહપ્રભારીશ્રીની માહિતિ, સમિતિના સભ્યો, ફોર્મ્સની વિગત વગેરે દરેક બાબતોની જાણકારી મળી રહેશે. માહિતિની સુરક્ષાના કારણસર ડીજીટલ વસ્તીપત્રક અને ડીજીટલ વંશાવલીમાં લોકિંગ સિસ્ટમ રહેશે.
(૧) જેમણે વસ્તી પત્રકનું ફોર્મસ ભરેલ છે તે જ વ્યક્તિ ડીજીટલ વસ્તીપત્રકના Iconને ખોલી શકશે. અહીં સખા એ બાબતની સ્પષ્ટતા કરવાની કે આપણા સમાજનો કોઇ વ્યક્તિ કે જેણે વસ્તી પત્રકનું ફોર્મ ભરેલ નથી તો તે પણ વસ્તીપત્રકના Iconને ખોલી કે જોઇ શકશે નહીં.
(૨) ડીજીટલ વંશાવલી સમિતિમાં પણ આજ પદ્ધતિ લાગુ રહેશે. વસ્તીપત્રક મૂળ આધારસ્તંભ તરીકે કાર્ય કરશે. જેમણે વસ્તીપત્રકનું ફોર્મ ભરેલ નથી તે વંશાવલી Icon ખોલી શકશે નહીં.
(3) મેરેજ બ્યુરો (સગપણલાયક કુમાર - કુમારીકાઓ) ની માહિતિ જોવા માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય રહેશે. રજીસ્ટ્રેશન વગર મેરેજ બ્યુરોની માહિતિ જોઇ શકાશે નહીં. વધુમાં રજીસ્ટ્રેશન કરાવનાર સગપણલાયક કુમાર - કુમારીકાનું વસ્તીપત્રકમાં તો નામ હોવું જ જોઇશે અન્યથા તેમનું રજીસ્ટ્રેશન પણ થઇ શકશે નહીં.
મિત્રો, ડીજીટલ વસ્તીપત્રકનું કાર્ય ખુબજ જટીલ અને મહેનત માંગી લે તેવું કામ હતું. પરંતુ ઝોનલ પ્રમુખશ્રીઓ, પ્રાદેશિક પ્રમુખશ્રીઓ, ઘટકોના હોદ્દેદારો અને કાર્યકરોના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નોથી ખુબજ ટુંકાગાળામાં આ કાર્ય પુરૂં કરી શક્યા છીએ તે બદલ આ કાર્યમાં સાથ-સહકાર આપનાર સૌ કર્મવિરોનો મહાસભા વતી અભિનંદન સાથે આભાર વ્યક્ત કરું છું. મહાસભાની સર્વે સમિતિઓના આદરણીય પ્રભારી અને સહપ્રભારીશ્રીઓ દ્વારા ટુંકાગાળામાં પોતાની સમિતિની વિગતો મોકલી આપવા બદલ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પ્રસ્તુત એપ.માં આપના રચનાત્મક સુચન આવકાર્ય રહેશે. જય સમાજ... જય સમાજ . . .
સ્થળ : અંજાર (કચ્છ)
તારીખ : ૨૮/૦૮/૨૦૨૧
લિ.
આપનો વિનમ્ર
વિનોદ કેશવજી પઢીયાર
(મહામંત્રી, શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા)
અંજાર (કચ્છ)
Mob : 9978790488