"સમાજ રત્ન"

પરમ શ્રદ્ધેય સ્વ. હીરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણ
મહાસભા પૂર્વપ્રમુખ (સત્ર ૧૯૭૨-૭૭, ૧૯૮૪-૮૬)

સમ્માન સ્થળ - મહાસભા અધિવેશન વડોદરા તારીખ ૦૭-૦૬-૧૯૯૨ 

જન્મ - ૦૯-૦૬-૧૯૧૫

નિર્વાણ - ૨૯-૦૫-૧૯૯૧

 

પારિવારિક માહિતી:

પિતા - શ્રી ખીમજીભાઈ રામજીભાઈ ચૌહાણ  

ધર્મપત્ની - શ્રીમતી લક્ષ્મી બેન હીરજીભાઈ ચૌહાણ 

સુપુત્રો - શ્રી દામજી ભાઈ ચૌહાણ, શ્રી જગદીશભાઈ ચૌહાણ, શ્રી ધરમસિંહભાઈ ચૌહાણ, શ્રી પ્રાગજીભાઈ ચૌહાણ

નિવાસ – રત્નાગીરી

કચ્છ - રેહા

 

સામાજિક પુરુષાર્થ:

૧. સંગઠન બાબતે : સ્થાપના : ૧૨૬  ઘટકો, ૧૬  પ્રાદેશિક સમિતિઓ, ૧૬ પ્રાદેશિક ટ્રસ્ટો, અખિલ ભારતીય યુવામંડળ  અને મહિલા મંડળ,  મધ્યસ્થ ન્યાયપંચ, સગપણ સંમેલન સમિતિ,  સમુહ લગ્ન સમિતિ, ત્રિવાર્ષિક  સન્માન સમારોહ સમિતિ વગૈરહ.

૨. લાજની પ્રથાને તિલાંજલિ 

૩. જાન માં ૫૦ ની સંખ્યા અને સગપણ માં  ૧૧ ની સંખ્યા ની પ્રથા.

૪. આણા પરીયાણાનું પ્રદર્શન ન કરવું.

૫. અવસાન પ્રસંગે ત્રણ દિવસીય શોકની પ્રથા

૬. વિધવા બેહનોથી સંબંધિત (ચાંદલા બાબત) રૂઢિવાદી પ્રથા સમાપ્ત.

૭. અખિલ ભારતીય વસ્તી પત્રક (૪ વોલ્યૂમ)

 

સમાજ રત્ન એવાર્ડ (મહાસભા નો ઠરાવ): 

પરમ શ્રદયેય સ્વ. શ્રી હીરજીભાઈ ખીમજીભાઈ ચૌહાણે આપણા અસ્ત - વ્યસ્ત, અવ્યવસ્થિત અને લગભગ છિન્નભિન્નતાને આરે પહોંચવા પામેલા શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજને આજની ખુબજ વ્યવસ્થિત, સંગઠિત અને અન્ય સમાજો અને જ્ઞાતિઓને માટે અનુકરણીય અને આદરને પ્રાપ્ત એવી ગૌરવપૂર્ણ કક્ષાએ પહોંચાડયા જે ભવ્ય ઉદાન અને વિરલ, તન, મન અને ધનના ત્રિવિધ ત્યાગ, ભોગ અને સર્વાપર્ણની નિસ્પૃહ સેવા ભાવનાથી પરમ પુરૂષાર્થ કર્યો છે, તેની વિરલ ગાથા આપણી જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે સદાને માટે અંકિત બની છે, અને બની રહેશે. તેઓની એ યશસ્વી ભકિતભાવભરી સમાજ સેવાનો ઋણભાર સ્વીકારતાં જ્ઞાતિ ગૌરવ અનુભવે છે. અને તેના યતકિંચિત પ્રતિક રૂપે પરમ આદરપૂર્વક સ્નેહમય શ્રદ્ધાસુમન રૂપે તેઓને મરણોત્તર 'સમાજ રત્ન' ના બહુમાનથી વિભૂષિત કરતાં પરમ આનંદ અને ગૌરવ અનુભવે છે.

 

તત્કાલીન પ્રમુખ :
શ્રી વલમજીભાઈ હીરજીભાઈ પરમાર
(સત્ર : ૧૯૯૦-૧૯૯૨)

 

"સમાજ રત્ન"

પરમ શ્રદ્ધેય શ્રી વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી

સમ્માન સ્થળ - મહાસભા  અધિવેશન, પૂના, તારીખ ૨૭-૦૧-૨૦૧૮ 

જન્મ - ૨૦-૧૧-૧૯૫૬

 

પારિવારિક માહિતી:

પિતા- સ્વ. પુરુષોત્તમભાઈ ડાયાભાઇ સોલંકી

માતા- સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમભાઈ સોલંકી

ધર્મપત્ની- શ્રીમતી નીતાબેન વિનોદભાઈ સોલંકી

સુપુત્ર-  શ્રી મોહિતભાઈ વિનોદભાઈ સોલંકી

અભ્યાષ- એસ.એસ.સી.

નિવાસ- માધાપર

કચ્છ- માધાપર

 

સામાજિક પુરુષાર્થ : 

૧. મહાસભા અધિવેશનો આયોજન માટે મુખ્ય પ્રયોજક બની વિશેષ આર્થિક સહયોગ.

૨. જીવનનાં પર્યંતના નિરાધારોને માસિક સહાય. (રૂ. ૨ કરોડથી વધુ પાછળા ૭ વર્ષમાં)

૩. ઘટકો ના ભવન નિર્માણ માટે આર્થિક સહાય.

૪. શિક્ષણ, છાત્રાલય અને સ્કૂલ નિર્માણ માટે આર્થિક સહાય.

૫. મંદિર નિર્માણ માટે હાર્દિક સહાય.

 

સમાજ રત્ન એવાર્ડ (મહાસભા નો ઠરાવ)

માત્ર વ્યક્તિ નહીં પણ કોઈ સંસ્થાની જેમ જનકલ્યાણના કાર્યોને સવિનય નિમીત ભાવે નિરાભિમાનતા અને ધર્મનિષ્ઠા સાથે કરનાર પરમ શ્રદ્ધેય શ્રી વિનોદભાઈ પુરષોતમ ભાઈ સોલંકી  પ્રત્યે શ્રી કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજ મહાસભા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને યત્કીન્ચિત પ્રતિક રૂપે અત્યંત આદર પૂર્વક ‘સમાજ રત્ન’ ના બહુમાનથી વિભૂષિત કરતાં આનંદ અને ગૌરવ અનુભવે છે.

 

તત્કાલીન પ્રમુખ:
શ્રી પ્રફુલ્લભાઈ કેશવજીભાઈ પરમાર
(સત્ર:૨૦૧૭-૨૦૨૦)

 

"સમાજ સંરક્ષક"

પરમ શ્રદ્ધેય શ્રી ભરતભાઈ કાંતિલાલ સાવરિયા
મહાસભા પૂર્વપ્રમુખ (સત્ર ૧૯૯૯ – ૨૦૦૨)

સમ્માન સ્થળ - માધાપર તારીખ ૨૮-૧૨-૨૦૧૯ મહાસભા અધિવેશન પ્રસંગે

જન્મ - ૦૫-૦૮-૧૯૪૯

 

પારિવારિક માહિતી:

નિવાસ - રાયપુર

કચ્છ - કુંભારીયા

પિતા - શ્રી કાંતીલાલભાઈ રૂડાભાઈ સાવરીયા

માતા - શ્રીમતી કમળાબેન કાંતીલાલભાઈ સાવરિયા

ધર્મપત્ની - શ્રીમતી કલ્પનાબેન ભરતભાઈ સાવરિયા

સુપુત્ર - જયમીતભાઈ ભરતભાઈ સાવરિયા

અભ્યાસ -  બીકોમ., એલ.એલ.બી. (ગોલ્ડ મેડલિસ્ટ)

વ્યવસાય - હોટલ મયુરા, રાયપુર

 

સામાજીક સુધાર :

૧. રાયપુર મધ્યે અખિલ ભારતીય ઉત્કર્ષ સંમેલન સન ૧૯૯૩ ના પ્રમુખ.

૨. સન ૨૦૦૧માં કચ્છ ભૂકંપ સમિતિ દ્વારા રુ. ૩૫.૫૦ લાખની સહાય.

૩. મહાસભાની પ્રથમ વેબસાઇટ બનાવી.

૪. મહાસભાની પ્રથમ તબીબી સહાય સમિતિ રચના.

૫. પ્રાદેશિક ધોરણો વસ્તી પત્રકો બનાવવા.

૬. વિદેશમાં રહેતા રહેતા જ્ઞાતિજનોના વસ્તીપત્રક "પુરુષાર્થ" નામક પુસ્તક નું પ્રકાશન.

૭. ડિજિટલ વંશાવલી  સમિતિના પ્રભારી રૂપે ૭૮ ડિજિટલ વંશાવલી નું લોકાર્પણ.

૮.  સમાજરત્ન એવોર્ડ સમિતિ ના પ્રમુખ.

 

સમાજ રત્ન એવાર્ડ (મહાસભા નો ઠરાવ) :

આપશ્રીનું માર્ગદર્શન અને કાર્યપ્રણાલી સમાજ સંગઠન ને સાચી દિશામાં લઇ જવા સમયસર અને ખૂબજ કારગત રહ્યું છે. સાચા અર્થમાં આપશ્રી સમાજના એક મોટા ગજાના બિઝનેસમેન હોવા છતાં આપની દિનચર્યામાં થી ઉપયોગી સમય કાઢી સમાજ સંગઠન અને સેવાના કાર્યમાં આજપર્યંત ૭૦ વરસની ઉંમરે એક અદના કાર્યકર  તરીકે મહાસભાની સાથે રહ્યા છો, તે બદલ સમગ્ર મહાસભા ગૌરવાન્વિત થયેલ છે. મહાસભાના વાર્ષિક અધિવેશન પ્રસંગે સમાજ બંધુઓમાં સામાજિક કાર્યો કરવાની પ્રેરણા જાગૃત રહે તેમજ યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન કરવાની પ્રવૃત્તિ સમાજમાં જાગૃત રહે તેવી શુભભાવનાથી આપશ્રીને સમાજ સંરક્ષક (લાઈફટાઈમ એચીવમેન્ટ) એવોર્ડ અર્પણ કરતાં ગર્વ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપશ્રીને નિરોગી સ્વાસ્થ બક્ષે, અને હંમેશા સમાજ સેવાના કાર્યમાં પ્રવૃત્ત રહો તેવી શુભકામના જય સમાજ.

 

તત્કાલીન પ્રમુખ :
શ્રી પ્રફુલ્લભાઈ કેશવજીભાઈ પરમાર
(સત્ર:૨૦૧૭-૨૦૨૦)